ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડાંગમાં આંગણવાડી બહેનો દ્વારા પોષણ માસનો ગરબો રજૂ કરાયો - ડાંગમાં નવરાત્રી

By

Published : Oct 6, 2019, 11:15 PM IST

ડાંગઃ ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા પોષણ માસની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે કાર્યક્રમ અંતર્ગત સતી ગામે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા પોષણ માસ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે નવરાત્રી દરમિયાન પોષણ માસનો ગરબો રજુ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબે ઘુમવા આવેલી મહિલાઓને સગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક ખોરાક, સમયાંતરે આરોગ્યની તપાસ, પોષણ સ્તરની ચકાસણી, પોષણની જાગૃતિ અંગે સુપોષણ સંવાદ, બાળતુલા, અન્નપ્રાશન, બાલ દિવસ અને અન્ન વિતરણ દિવસની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details