અમદાવાદના દાતાએ અંબાજી મંદિરમાં 31.96 લાખનું સોનુ આપ્યુ દાનમાં - નવનીત શાહે આપ્યુ દાન
અંબાજીઃ ભાદરવી પુનમનાં મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓએ માતાજીનાં દર્શનનો લાભ લીધો છે, સાથે મંદિરનાં ભંડારા પણ ભરી દીધા છે. મેળાનાં અંતિમ દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટમાં અમદાવાદનાં એક દાતા નવનીત શાહે એક કિલો સોનાનું દાન અર્પણ કર્યુ છે. જેની કિંમત 31.96 લાખ છે. જોકે અંબાજી મંદિર ટ્રસ્ટને મેળા દરમીયાન કુલ 1.150 કિલો જેટલુ સોનાનું દાન ભક્તો દ્વારા પ્રાપ્ત થયેલુ છે. આ મેળામાં આવેલાં શ્રદ્ધાળુઓએ માતાજીને નવરાત્રી દરમીયાન પોતાને ગામ આવવાનું પણ આહવાન કર્યુ છે.