જામનગરમાં 200 બહેનો દ્વારા નવરાત્રીમાં બેઠા ગરબાનું આયોજન - jamanagar latest news
જામનગર: નવરાત્રીમાં જામનગરની આશરે 200 બહેનો દ્વારા માં આધ્યશક્તિના બેઠા ગરબાનું આયોજન કરે છે. જામનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિરના હોલમાં છેલ્લા 30 વર્ષથી હાટકેશ્વર વડાનગરા નાગર જ્ઞાતિની બેહનો દ્વારા નવરાત્રીમાં નવ દિવસ દરમિયાન બેઠા ગરબાનું આયોજન કરવામાં આવે છે . કોઈપણ જાતના ઈલેક્ટ્રિક કે, આધુનિક વાંજિત્રા વગર ફ્કત ઢોલક, ખંજરીના તાલે માં આદ્યશક્તિની આરાધના કરી ગરબા રમે છે.