સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિની ઉજવણી કરાઈ - ચોટીલા
સુરેન્દ્રનગરઃ રાષ્ટ્રીય શાયર અને લોક સાહિત્યકાર, લેખક ઝવેરચંદ મેઘાણીની આજે 123 મી જન્મજયંતિ છે. ત્યારે તેમના જન્મસ્થળ ચોટીલા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેમના ઘરે જઈને તેમની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. સાથે કસુંબલ ડાયરો અને તેમણે લખેલા પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ ડાયરામાં મેઘાણીએ લખેલાં દેશ ભક્તિના ગીતોની રમઝટ જોવા મળી હતી. મેઘાણીજીની જન્મ જયંતિના દિવસે ચોટીલામાં છેલ્લા 10 વર્ષથી કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.