સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા અંગે જિલ્લા કલેકટર કચેરી સામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આમરણાંત ઉપવાસ કર્યા
સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા સહિત તમામ તાલુકાઓમાં દારૂ, જુગાર, ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનોએ જિલ્લા કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. જિલ્લા કલેક્ટર કચેરી સહિત પોલીસ વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં ન લેવાતાં રોષ જોવા મળ્યો હતો. ગેરકાયદેસર અને અસામાજીક પ્રવૃત્તિ કરનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેઓએ માગ કરી છે.