નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ: ગરુડેશ્વર ગામે કોટેશ્વર મહાદેવનું મંદિર અને દત્ત કુટીર ધરાશાયી - Sardar Sarovar Dam letest news
નર્મદા: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે બાદ રાજ્યના વિવિધ ડેમ અને નદીઓ ઓવરફ્લો થઇ છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના 23 ગેટ ખોલીને 9 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જે બાદ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ગુરુડેશ્વર દત્ત મંદિર પાસે નદી કિનારે આવેલું મહાદેવનું વર્ષો જૂનું મંદિર નદીમાં ધરાશાયી થયું છે. ભારે વરસાદથી કેવડિયા અને ગરુડેશ્વર સંપર્ક વિહોણા બન્યા છે. નર્મદામાં પાણીના પ્રવાહના કારણે અંકલેશ્વર બ્રિજમાં પિલરનું ધોવાણ થતા તંત્ર દ્વારા બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. નર્મદા નદીનું પાણી ખેતરોમાં ફળી વળ્યું છે. ભારે વરસાદના કારણે દત્ત કુટીર સહિત અનેક મકોનોનું ધોવાણ થયું છે. નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.