નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં ખૂંટા લગાવી માછીમારી શરૂ કરાઈ - ભાડભૂત માછી સમાજ
ભરૂચઃ ભરૂચ નજીક નર્મદા નદીના પટમાં માછીમારો માછીમારી કરી જીવન નિર્વાહ ચલાવે છે, જો કે કેટલાક ઇસમો દ્વારા વેપારીવૃત્તીને ધ્યાને રાખી નદીમાં ખૂંટા લગાવી તેના પર જાળ ફેંકી માછીમારી કરે છે. જેના કારણે માછીમારી કરવા માછીમારોની બોટને અકસ્માતનો ભય રહે છે, તો સાથે જ આથિક નુકસાન પણ સહન કરવાનો વારો આવે છે, ત્યારે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં કેટલાક ઇસમો દ્વારા તંત્રના પ્રતિબંધ હોવા છતાં પણ નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરવામાં આવી રહી છે. જેના પગલે માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાડભૂત માછી સમાજે આ બાબતે વિરોધ નોધાવી આવા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા કલેક્ટર પાસે માગ કરી છે.