સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું, પ્રવાસીઓની ભીડ - નર્મદા સમાચાર
નર્મદાઃ હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે દિવાળીના વેકેશનમાં હરવાફરવા માટે બીજા રાજ્યોના લોકો ગુજરાત પસંદ કરતા હોય છે. દેશની સૌથી ઉંચી પ્રતિમા નર્મદાના કેવડિયા કોલોની પાસે બનાવવામાં આવ્યું છે. ત્યારે આ પ્રતિમાનું એક વર્ષ પૂર્ણ થતા 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધામધૂમથી ઉજવણી કરશે. ત્યારે સ્ટેચ્યુ 4 કરોડના ખર્ચે કાયમી લાયટીંગ અને રંગબેરંગી લાઈટોથી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉજવણી પેહલા ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુ પોઇન્ટ 1 કેવડિયા કોલોની સુધીના લગભગ 7 થી 8 કિમી વિસ્તારને એલઇડી રોડ લાઈટ, એલઇડી લાઇટિંગ, એલઇડી સાઈન બોર્ડ, એલઇડી ગેટ, એલઇડી મોડલ્સ, એલઇડી ફોર્સ સ્ટેન્ડ લાઈટથી સજાવવામાં આવી છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અને જે દુબઇ અને બૅન્કોક જેવા દેશોમાં જે ખાસ લાઇટિંગ જોવા મળે છે, એજ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લાઇટિંગ કરતા પ્રવાસીઓમાં એક અનેરૂ આકર્ષણ પણ ઉભું થયું છે અને સ્ટેચ્યુ પાસે રંગબેરંગી લાઇટિંગથી ઝગમગી ઉઠ્યું છે. આજે દિવાળીના વેકેશનમાં 4 દિવસમાજ 80 હજાર કરતા વધુ પ્રવાસીઓએ લાઇટિંગ જોઈ આનંદ લીધો છે.