‘નમસ્તે ટ્રમ્પ’: ગીતા રબારી અને પાર્થિવ ગોહિલ મોટેરા સ્ટેડિયમ ખાતે રિહર્સલ દેખાયા - ટ્રમ્પ અમદાવાદમાં
અમદાવાદ: ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લઈ સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નમસ્તે ટ્રમ્પની મેગા ઈવેન્ટ માટે કાર્યક્રમ સ્થળ મોટેરા સ્ટેડિયમ પસંદ કરાયું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનાં વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ આ કાર્યક્રમ ટ્રમ્પના ભવ્ય સ્વાગત માટે આવવાના છે. હવે કાર્યક્રનને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે સૌ કલાકારો સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતાં જોવા મળ્યાં હતા. આ કાર્યક્રમમાં સંગીતકાર કૈલાશ ખેર, પાર્થિવ ગોહિલ, પુરૂષોતમ ઉપાધ્યાય, કિંજલ દવે અને કીર્તિદાન ગઢવી સહિત અન્ય કલાકારો પણ પર્ફોર્મ કરશે. જેમાં 1 લાખ 10 હજારથી પણ વધુ લોકો આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.