નડિયાદમાં જિલ્લા કક્ષાનો નમામિ દેવી નર્મદે મહોત્સવ યોજાયો
નડિયાદઃ. ગુજરાતની જીવદોરી સમા સરદાર સરોવર ડેમમાં 138 મીટર ઐતિહાસિક જળસાટી નોંધાવી છે. જેના કારણે રાજ્યભરમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ખુશી વ્યક્ત કરવા માટે નમામિ દેવી નર્મદે મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા હતા. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં પણ નમામિ દેવી નર્મદે કાર્યક્રમ વિધાનસભાના મુખ્ય દંડક પંકડ દેસાઈની અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં જળ પૂજન,રક્તદાન શિબિર,કલમ 370 (35) A નાબૂદીના સમર્થનમાં સહી ઝુંબેશ,નરેન્દ્ર મોદીના જીવનની ઝાંખી કરાવતુ પ્રદર્શન સહિતના કાર્યક્રમ યોજાયા હતા. કાર્યક્રમમાં સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.તેમજ સ્વચ્છતા કીટ,રાશન કીટ તથા દિવ્યાંગ લાભાર્થીઓને ઈલેક્ટ્રિક ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ,કર્મચારીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.