દીવની નાઈડા ગુફા ધરાશાયી થતાં મોટી દુર્ઘટના ટળી - નાઈડાવ ગુફા ધરાશાયી
દીવ: સંઘ પ્રદેશમાં આવેલી પ્રાચીન નાઈડા ગુફાનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે. જેથી જિલ્લા પ્રસાશન દ્વારા ગુફાને પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત આગામી દિવસોમાં ગુફાનું નિરીક્ષણ કરીને નુકસાન અંગે સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ ગુફા ફરીથી ખુલ્લી મુકવામાં આવશે.