નડિયાદમાં ABVP દ્વારા વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ - જૂડો કરાટે
ખેડાઃ જિલ્લાના નડિયાદ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાહસી કાર્યક્રમ અંતર્ગત ભારતભરમાં શાળા-કોલેજોની બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શાળા-કોલેજોની બહેનોને સ્વરક્ષણ અંતર્ગત જૂડો કરાટેની ત્રિદિવસીય તાલીમ અપાઈ રહી છે. જેને લઇ નડિયાદ બાસુદીવાલા હાઈસ્કૂલ ખાતે ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં તાલીમાર્થી વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને તાલીમ મેળવી હતી તેમજ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું.