ગુજરાત

gujarat

ETV Bharat / videos

નડિયાદ ટાઉન પોલીસે રૂપિયા 14,400નો વિદેશી દારૂ ઝડપ્યો - સાબરમતી રેલ્વે સ્ટેશન

By

Published : Nov 28, 2019, 2:33 AM IST

નડિયાદ: શહેર ટાઉન પોલીસ દ્વારા નગરપાલિકાના પૂર્વ અપક્ષ કાઉન્સિલરના પતિ તેમજ સાબરમતી રેલ્વે સ્ટેશનના ઓ.એસ સહિત બે ઇસમોને વિદેશી દારૂની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા દારૂ સહિત રૂપિયા 2.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.નડિયાદ ટાઉન પોલીસની ટીમ એક્સપ્રેસ વે તંબુ ચોકીએ વાહન ચેકીંગમાં હતા.તે દરમિયાન સલુણ ગામ તરફથી આવતી સફેદ કલરની મારૂતિ વેનને રોકીને તપાસ કરવામાં આવી હતી. પોલીસને કારમાંથી ત્રણ પ્લાસ્ટિકની કોથળીઓમાં પાસ પરમીટ વિનાનો વિદેશી દારૂની 36 બોટલો મળી આવી હતી.જેને લઇ પોલીસ દ્વારા રૂપિયા 14400ની કિંમતની વિદેશી દારૂની 36 બોટલ તેમજ ૩ નંગ મોબાઇલ ફોન રૂપિયા 6800 રોકડા અને કાર સહિત રૂપિયા 2,27,200 નો મુદ્દામાલ જપ્ત કરી બંને ઈસમોની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.ઝડપાયેલા ઈસમોમાં મહેન્દ્ર ભાઈ રાણા જે નડિયાદ નગરપાલિકાના પૂર્વ અપક્ષ કાઉન્સિલરના પતિ છે અને હાલમાં સાબરમતી રેલ્વે ઓફિસમાં ઓ.એસ છે.

ABOUT THE AUTHOR

...view details