લૂંટ કેસમાં નડિયાદ સેસન્સ કોર્ટે 24 આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી - સખત કેદની સજા
ખેડાઃ વર્ષ 2015માં ઠાસરા તાલુકાના મૂળિયાદ ગામ પાસેથી કાર લઈ વડોદરાનો એક યુવક પસાર થઇ રહ્યો હતો. જે દરમિયાન આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી યુવકને ડફેર સમજી માર મારી લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગુનામાં દાખલ થયેલી ફરિયાદની તપાસ હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2015માં બનેલી ઘટનાનો કેસ નડિયાદ સેસન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. કોર્ટે આ કેસનો સોમવારે ચુકાદો આપ્યો છે. આ કેસમાં માર મારી લૂંટ અને ધાડના ગુનામાં 24 આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ કોર્ટ દ્વારા તમામ 24 આરોપીઓને રૂ. 1.38 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.