નડિયાદ ખાતે ભાજપ દ્વારા કલમ 370 અને 35Aના સમર્થનમાં એકતા કૂચ યોજાઈ - કેન્દ્ર સરકાર
ખેડા: કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370, 35A નાબૂદ કરી છે. સરકારના આ ઐતિહાસિક પગલાના સમર્થનમાં ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદ નગરપાલિકાથી નીકળેલી એકતા યાત્રા સરદાર પટેલ જન્મ સ્થળ સુધી પહોંચી હતી. રસ્તામાં સરદાર પટેલ સાહેબના બાવલાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમજ સરદાર પટેલના ઘરે પહોંચી સરદાર સાહેબને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. આ રેલીમાં ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી જીલ્લા મહામંત્રી ગોપાલભાઈ શાહ નગરપાલિકા પ્રમુખ, શહેર પ્રમુખ સહિત નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.