સંતરામપુરમાં ભારત બંધને મિશ્ર પ્રતિશાદ - Santrampur Police
મહીસાગર : સંતરામપુરમાં ભારત બંધના એલાનને પગલે શહેરે સંપૂર્ણ રીતે બંધ પાડ્યુ હતું. તેમજ ભારત બંધના એલાનમાં સંતરામપુર નગરમાં વિવિધ જગ્યાએ મુસ્લિમ સમાજ દ્વારા પોતાના રોજગાર ધંધા બંધ કરી CAAના સમર્થનમા જોડાયા હતા. સંતરામપુર પોલીસ સ્ટાફ પણ વિવિધ જગ્યાએ પોતાની ફરજ પર હાજર રહ્યા હતા. સંતરામપુર શહેરમાં ગોધરા ભાગોળ રોડ, બસ સ્ટેશન ચાર રસ્તા, કોલેજ રોડ, હુસેન ચોક બજાર રોડ, વિવિધ સ્થળોએ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા હતા.