વડોદરા: નિઝામપુરાના કબ્રસ્તાનમાં રહેતા 35 વર્ષીય યુવકની હત્યા - વડોદરામાં ગુનાનું પ્રમાણ
વડોદરા: મંગળવારે નિઝામપુરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસની પાછળના કબ્રસ્તાનમાં રહેતા 35 વર્ષીય રાકેશનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી ફતેગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે. મૃતક રાકેશના માથામાં પથ્થર મારીને તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.