જામનગરમાં યુવકની છરીના ઘા ઝીકી ખુલ્લેઆમ કરાઈ હત્યા - latest news of murder case in jamnagar
જામનગરઃ શહેર તેમજ જિલ્લામાં આજથી 144ની કલમ લાગુ કરવામાં આવી છે, ત્યારે કિસાન ચોકમાં યુવકની છરીના ઘા મારી ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. 30 વર્ષીય યુસુફ આમદ ઉર્ફે ચકરીને મોતને ઘાટ ઉતાર્યો હતો, ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે 108ની મદદથી જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનુું પ્રાથમિક સારવાર દરમિયાન મોત થયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી આરોપી અંગે કોઈ માહિતી સામે આવી નથી.