Murder in Bhanwad in 1985: દ્વારકા પોલીસે મૃત જાહેર થયેલ હત્યાના આરોપીને ઝડપી પાડ્યો - Dwarka murder case
દ્વારકાના ભાણવડ વિસ્તારમાં 1985ની સાલમાં મર્ડર કરનાર (Murder in Bhanwad in 1985 )આરોપી માલદે જીવ સગર ઉંમર 70 વર્ષ 27 વર્ષ પેહલા અમરેલી જેલ માંથી પેરોલ મળતાં તે ત્યાંથી ફરાર થઈ ચુક્યો હતો. જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. થોડા વર્ષો બાદ તેમના પરિવાર દ્વારા તેમના મૃત્યુનું ડેથ સર્ટી કોર્ટ પાસેથી મેળવી લેવાયું હતું. આરોપીને જેલ જતો બચાવવા મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ દ્વારકા જિલ્લાની ક્રાઈમ બ્રાન્ચ (Dwarka Crime Branch )દ્વારા ગુપ્ત માહિતી દ્વારા આ ફરાર આરોપીને ભરૂચના સારંગપુર થી ઝડપીને આરોપીને ફરી જેલ મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.