વડોદરા: લસુન્દ્રા ગામે સામાન્ય બોલાચાલીમાં હત્યા - વડોદરામાં હત્યા
વડોદરા: સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે બુધવારે રાત્રીના સમયે કેટલાક યુવકો ભેગા થયા હતા અને વિવિધ બાબતે ચર્ચા અને મજાક મસ્તી કરતા હતા. જેમા રાકેશ રાઠોડિયાએ ગામમાં રહેતા કાળીદાસ રાઠોડીયાની મજાક મસ્તી કરી હતી. જેથી કાળીદાસે 22 વર્ષીય રાકેશનું ગળુ દબાવી હત્યા કરી હતી. સમગ્ર ઘટનાની જાણ ભાદરવા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.