ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડાકોરમાં શોપિંગ સેન્ટરની ગેલેરી ધરાશાયી થતા ચકાસણી કરવા ગયેલા એન્જીનિયરને ઈજા - municipality engineer

By

Published : Aug 29, 2019, 2:00 AM IST

Updated : Aug 29, 2019, 2:25 AM IST

ખેડાઃ જિલ્લાના ડાકોરમાં આવેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરની ગેલેરી ધરાશાઈ થતા નગરપાલિકાના એન્જીનિયર ઈજાગ્રસ્ત થયા હતા. બસ સ્ટેશન પાસે આવેલું શોપિંગ સેન્ટર જર્જરિત થતા ચકાસણી કરવા ગયેલા એન્જીનિયરને ઇજા પહોંચી હતી. બુધવારે મોડી સાંજે ડાકોર બસ સ્ટેશન પાસે આવેલા શોપિંગ સેન્ટરની ગેલેરી અચાનક ધરાશાયી થઇ હતી. આ શોપિંગ સેન્ટર જર્જરિત હોવાથી નગરપાલિકાના એન્જીનિયર તેની ચકાસણી કરવા ગયા હતા. જ્યાં અચાનક ગેલેરી ધરાશાયી થતા એન્જીનિયર ઈજાગ્રસ્ત થયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ચકાસણી કરવા ગયેલા એન્જીનિયરને સામાન્ય ઇજા થઈ હતી. ઘટનાને પગલે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતનો કાફલો શોપિંગ સેન્ટરે પહોંચ્યો હતો. આ શોપિંગ સેન્ટરમાં 50થી વધુ દુકાનો આવેલી છે. જે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. આ પહેલા બીજી તરફ આવેલ શોપિંગ સેન્ટરની ગેલેરી પણ ધરાશાયી થઇ હતી. બસ સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં આવી ઈમારતોને લઇ વેપારીઓ સહીત રાહદારીઓ અને વાહનચાલકો પર જોખમ તોળાઈ રહ્યું છે.
Last Updated : Aug 29, 2019, 2:25 AM IST

ABOUT THE AUTHOR

...view details