જામનગર મહાપાલિકાએ ગુલાબનગર પાસે 15 ટ્રેકટર રેતી જપ્ત કરી - tractor sand near Gulabnagar
જામનગરઃ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જામનગર-રાજકોટ હાઇવે પર ગેરકાયદેસર રેતી વેચતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 15 ટ્રેક્ચર જેટલી રેતી જપ્ત કરી છે. ETV ભારત સાથે વાતચીતમાં કમિશનર સતીષ પટેલે જણાવ્યું હતુ કે, શહેરમાં જ્યાં પણ ગેરકાયદેસર દબાણો છે. તે દૂર કરવામાં આવશે, તેમજ જે કોઈ ઈસમોએ ગેરકાયદેસર રેતી વેચે છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.