જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયાએ ઉમેદવારીપત્ર ભર્યું - nomination form
જામનગર: શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર કરીકે મુળુભાઈ કંડોરીયાના નામ પર મહોર લગાવવામાં આવી છે, ત્યારે ધારાસભ્ય વિક્રમ માડમ, ધારાસભ્ય ચિરાગ કાલરીયા, ધારાસભ્ય પ્રવિણ મુછડીયાની હાજરીમાં મુળુભાઈએ ઉમેદવારી ફોર્મ ફર્યું છે. ઉમેદવારી ફોર્મ ભર્યા તે પહેલા એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિક્રમ માડમે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.