વડોદરા સાવલી ડેસર તાલુકામાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજનાનું લોકાર્પણ - Savli Mamlatdar
વડોદરા: સાવલી ડેસર તાલુકાના ખેડૂતો માટે તાલુકા કક્ષાનો ખેડૂત આત્મનિર્ભર બને તે હેતુથી આત્મનિર્ભર પેકેજ અંતર્ગત સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો મુખ્યપ્રધાન ઓનલાઈન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ ઇલાબેન ચૌહાણ, ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, સાવલી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત સાવલી ડેસર તાલુકાના ખેડૂત લાભાર્થીઓ, કાર્યકરો, હોદ્દેદારો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.