કેરળ સરકાર દ્વારા શાકભાજીઓ પર પણ MSP જાહેર કરાયું, રાજકોટના ખેડૂતોની પ્રતિક્રિયા
રાજકોટ : તાજેતરમાં પસાર થયેલા કૃષિ બીલ 2020થી મુજબ કેરળ રાજ્યમાં શાકભાજી માટે MSPનો અમલ શરૂ કરી દીધો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા કેમ આ અંગે કંઈ કરવામાં આવ્યું નથી તેવો સવાલ રાજકોટના ખેડૂતોએ કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા હજૂ પણ ઘણી ખેત પેદાશો પર MSP લાગુ કરી નથી. જ્યારે હાલમાં મગફળી પર પણ ગુજરાત સરકાર દ્વારા MSP લાગુ કરવામાં આવ્યું છે, જેનો ભાવ 1,055 રાખવામાં આવ્યો છે, પરંતુ ટેકાના ભાવ કરતા વધારે ભાવ ખુલ્લી બજારમાં ખેડૂતોને ભાવ મળી રહ્યો છે.