વડોદરાની MS યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ કર્યો ચીનનો વિરોધ - ms university student oppose china attack
વડોદરાઃ સરહદ પર ભારતીય સૈનિકો પર કાયરતા ભર્યા હુમલાને પગલે ચાઈના સામેનો વિરોધ વધતો જાય છે. દેશભરમાં ચાઈના વિરુદ્ધ જન આક્રોશ ફાટી નીકળ્યો છે. વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારે વડોદરાની MS યુનિવર્સીટીમાં AGSU વિદ્યાર્થી સંગઠન દ્વારા ચાઈનીઝ ડ્રેગનનું પૂતળું તેમજ ચાઈનીઝ પ્રોડક્ટ સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.