વડોદરા દુષ્કર્મ કેસ: સાંસદ રંજન ભટ્ટે પીડિતાના પરિવારજનોની લીધી મુલાકાત - નવલખી મેદાનમાં સગીરા પર દુષ્કર્મ
વડોદરા: સગીરા સાથે થયેલ દુષ્કર્મ મામલે વડોદરાના સાંસદ રંજન ભટ્ટે પીડિતાના પરિવારજનોની કરી મુલાકાત હતી. નવલખી મેદાન ખાતે સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આ ઘટનાને 5 દિવસનો સમય થયો હોવા છતાં પોલીસ હજુ સુધી આરોપીઓને ઝડપી શકી નથી. 2 શખ્સોએ નવલખી મેદાનમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે 20થી વધુ શકમંદોની અટકાયત કરી હતી.