ગુજરાત સરકારના ગુંડાધારાને સાંસદ વસાવાએ સમર્થન આપ્યું - ગુંડાધારાને મનસુખ વસાવાનું સમર્થન
નર્મદાઃ રાજપીપલા ટાઉન હોલ ખાતે સરકારના સાત પગલાં કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ગુજરાત સરકારના ગુંડાધારાને સમર્થન આપ્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ગુંડા તત્વો માફિયા લોકો હોઈ છે. ગુંડાધારાનો ખરેખર અમલ થાય તો ગુજરાતની જનતા માટે આશીર્વાદ રૂપ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગુંડાધારો ખૂબ જરૂરી છે. કારણ કે, પોલિટિકલ વ્યક્તિઓ આ બન્ને જિલ્લામાં ગુંડાતત્વોનો રોલ ભજવી રહ્યા છે.