સાંસદ મોહનભાઈ કુંડારિયાએ યોગ દિવસની ઉજવણી કરી - World Yoga Day
મોરબી : આજે વિશ્વ યોગ દિવસની તમામ જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિશ્વ યોગ દિવસ નિમિતે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પોતાના ફાર્મ હાઉસ ખાતે યોગા કરીને ઉજવણી કરી હતી. તેની સાથે મોરબી તાલુકા ભાજપની ટીમે પણ જોડાઈને યોગ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાની મહામારીને ધ્યાને લઈને સોશિયલ ડીસ્ટન્સ જાળવીને યોગ કર્યા હતા.યોગ કરવાથી તન,મનની શાંતિ મળે છે અને યોગ કામની ક્ષમતામાં વધારો કરે છે.
Last Updated : Jun 23, 2020, 3:00 PM IST