ગુજરાત

gujarat

ETV Bharat / videos

યુવક પર હુમલાની ઘટનાને લઇને ગોંડલ તાલુકાનું મોવિયા ગામ 2 દિવસ સજ્જડ બંધ

By

Published : Sep 9, 2020, 9:11 PM IST

રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામના સુરેશભાઈ પરસોતમભાઈ ભાલાળા નામના યુવકની ઘોઘાવદર માર્ગ પર ખેતીની જમીન આવેલી છે. તે જમીન પર વ્યાપક પ્રમાણમાં દબાણો થયેલા હોવાનું જણાવ્યું હતું અનેે તેને દૂર કરવા ગ્રામપંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી, તેના પર ખાર રાખીને મોવિયાના 8 શખ્સોએ અરજદાર સુરેશભાઈ ભાલાળા ઉપર લાકડી-ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવક પર જાહેરમાં હુમલો કરનાર શખ્સો સામે ગ્રામજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો અને ગ્રામજનોમાં વ્યાપેલા રોષને લઇને ગ્રામજનોએ મોવિયા ગામ બુધવારથી બે દિવસ સજ્જડ બંધ કરીને રોષ વ્યક્ત કર્યો હતો. મોવિયા બંધ દરમિયાન મોવિયા ગામે સહકારી, ખાનગી દૂધની ડેરીઓ સહિતની તમામ દુકાનો બંધ જોવા મળી હતી, પરંતુ 12 હજારની વસ્તિ ધરાવતા મોવિયા ગામે બેંકો તેમજ ઈમરજન્સી સેવા માટે દવાખાના ચાલુ રાખવામાં આવ્યા હતા, તો બીજી તરફ નિર્દોષ યુવક ઉપર હુમલાના બનાવને લઇને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોંડલ તાલુકા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details