ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાબરકાંઠાની મોટાભાગની બેન્કો હડતાલમાં જોડાઇ, કરોડોના વ્યવહારો અટવાયા - બેન્ક હડતાલ

By

Published : Jan 31, 2020, 11:39 PM IST

હિંમતનગરઃ આજે સમગ્ર ભારતમાં બેન્ક કર્મચારીઓની હડતાલને પગલે સાબરકાંઠા જિલ્લાની મોટાભાગની બેન્કોના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા હતા. જેના પગલે કરોડોના વ્યવહારો અટવાયા છે. તેમજ બેન્ક કર્મચારીઓએ હિંમતનગર ખાતે પોતાનો વિરોધ પણ નોંધાવ્યો છે. સમગ્ર ભારતમાં ૧૨ જેટલા વિવિધ મુદ્દાઓને પગલે શુક્રવારે મોટાભાગની બેન્કો હડતાલ પર હતી, જેના પગલે બેન્કના કર્મચારીઓ સવારથી જ કામકાજથી અળગા રહ્યા હતા અને બેન્ક બંધ થવાના પગલે કરોડોના વ્યવહારો અટકી પડ્યા છે. જોકે કર્મચારીઓ પોતાની ૧૨ જેટલી વિવિધ માગણીઓ પૈકી કેટલીક માગો આગામી સમયમાં પૂરી ન થાય તો માર્ચ મહિનામાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. બેન્ક કર્મચારીઓએ રોજગારી વધારવા માટે બેન્કિંગ ક્ષેત્રમાં બાકી રહેલી નોકરી આપવા માટે ભરતી કરવા સહિત સપ્તાહને માત્ર પાંચ દિવસ ગણવામાં આવે તેમજ કામના કલાકોનું પણ ચોક્કસ પરિપત્ર થાય તેવી વિવિધ માગણીઓ કરાઈ છે. જોકે આ માગમાંથી આગામી સમયમાં કેટલી પૂરી થશે એ તો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details