અરવલ્લીમાં 2.50 લાખથી વધુ બાળકોના આરોગ્યની કરાશે ચકાસણી - અરવલ્લી આરોગ્ય વિભાગ
અરવલ્લીઃ રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા આરોગ્ય તપાસ અને સારવાર કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં અઢી લાખ કરતા વધારે બાળકોની તપાસ કરાશે. જે માટે 9 હજારથી વધુ કર્મચારી જોડાશે. અરવલ્લી જિલ્લામાં આગામી 25 નવેમ્બરથી નવજાત શિશુથી અઢાર વર્ષ સુધીના તમામ બાળકોની આરોગ્ય તપાસ કરી સારવાર આપવામાં આવશે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં ઇન્ચાર્જ કલેક્ટર અનિલ ધામેલીયાની અધ્યક્ષતામાં શાળા આરોગ્ય તપાસણી તેમજ સારવાર અંગે બેઠક યોજાઇ હતી. જેમાં શાળાના બાળકોની આરોગ્ય તપાસ, સારવાર સહિતની વિગતવાર ચર્ચા કરાઈ હતી.ગત વર્ષે જિલ્લામાં કુલ 2,93,988 બાળકોની શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત તપાસ તેમજ સારવાર કરવામાં આવી હતી.