રાજકોટમાં 7થી વધુ ઘરફોડ ચોરી કરનારા આરોપી ઝડપાયા - રાજકોટમાંથી ચોરની ધરપકડ
રાજકોટઃ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. જેમાં રાજકોટ શહેરમા 7 જેટલી ઘરફોડ ચોરી કરનારી બેલડીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. હરસુખ ઉર્ફ પોપટ વાઘેલીયા અને વિક્રમ ઉર્ફ વિકિડો વાઘેલીયા નામના બન્ને ઇસમોને ક્રાઈમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન માલિયાસણ નજીકથી ચોરીની બાઈક સાથે ઝડપી પાળ્યા હતા. જેની અવગીઢબે પૂછપરછ કરતાં બન્ને ઈસમોએ રાજકોટ શહેરમાં 7 જેટલી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અગાઉ પણ આ ઈસમોએ રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં 11 જેટલી ઘરફોડ ચોરી કર્યાનું પણ સામે આવ્યું છે. જેથી પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.