વડોદરાઃ માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પેરામેડિકલ સ્ટાફને 400થી વધુ PPE કીટ આપવામાં આવી - paramedical staff
વડોદરાઃ શહેરના માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સેવા સંકલ્પ અભિયાનને આગળ ધમપાવતા યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારની ઉપસ્થિતિમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા પેરામેડીકલ સ્ટાફને રક્ષણ મળે તે હેતુથી 1 લાખ રૂપિયાની કિંમતની 400થી વધુ PPE કીટ પેરામેડીકલ સ્ટાફ વતી ડૉક્ટર્સને અર્પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં અનેક પ્રકારે અસરો વર્તાઈ હતી.