દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લાના ખેડૂતોને 154 કરોડની કૃષિ સહાય મળશેઃ કૌશિક પટેલ - Farmer Samelan
દાહોદઃ લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે આર્ટસ કોલેજ ગ્રાઉન્ડમાં ત્રણ જિલ્લાઓના ખેડૂતો માટે કૃષિ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લાના 3.41 લાખથી પણ વધુ ખેડૂતોને 154.19 કરોડની કૃષિ સહાય પેકેજ મંજૂરીની મહેસુલ પ્રધાન કૌશિકભાઇ પટેલે પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસના પુણ્યપ્રસંગે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરી જાહેરાત કરી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમના સુશાસન માટે દેશને વર્ષો સુધી યાદ કરશે. જનતા વિવિધ કારણોથી ત્રસ્ત હતી ત્યારે વાજપેયીજીના શાસનમાં તેમણે સુશાસનનો અનુભવ કર્યો અને હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ જ નહી, આખું વિશ્વ સુશાસનનો અનુભવ કરી રહી છે.