સુરેન્દ્રનગરના 300થી વધુ મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા - Revenue employee strike
સુરેન્દ્રનગર: રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા મહેસૂલી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલની માગ સાથે તારીખ 9 ડિસેમ્બરથી રાજ્ય વ્યાપી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના 300થી વધુ કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરીમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા. જેમાં તેમણે નવી ભરતી કર્યા પહેલા ક્લાર્ક અને નાયબ મામલતદારો માટે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવું, ફીક્સ પગારમાં રાખેલા કર્મચારીઓને ઇજાફા આપવા ઉપરાંત વિવિધ ભથ્થા ચૂકવવા સહીતના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા માગ કરી હતી.