ભરૂચમાં દુબઈનાં અબુધાબીથી આવેલા 175થી વધુ લોકોને ક્વોરેન્ટાઈન કરાયા - Abu Dhabi
ભરૂચ : અબુધાબીથી આવેલ 175થી વધુ લોકોને 2 હોસ્ટેલ અને 6 હોસ્પિટલમાં કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. કોરના વાયરસના કહેર વચ્ચે દુબઈનાં અબુધાબી સહિતના શહેરોમાં ફસાયેલ રાજ્યના વિવિધ જિલ્લાના લોકોને વિશેષ પ્લેન મારફતે ભારત પરત લાવવામાં આવી રહ્યાં છે. સરકારની ગાઈડ લાઈન અનુસાર આ લોકોને વિવિધ જિલ્લામાં કોરોન્ટાઈન કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 175 લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ભરૂચની કે.જે.પોલીટેકનિક કોલેજની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ સહિત ભરૂચની વિવિધ 6 હોટેલોમાં તેઓને કોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે. જ્યાં તેઓનું સ્ક્રિનીંગ ક્ર્વાવમાં આવશે, અને સાત દિવસ રાખ્યા બાદ કોરોનાના લક્ષણ ન જણાઈ તો તેમના વતન મોકલવામાં આવશે.