નવસારી જિલ્લામાં સાંબેલાધાર વરસાદને કારણે 15થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા
નવસારીઃ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલ સાંબેલાધાર વરસાદને કારણે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી, પૂર્ણા સહિતની નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા બીલીમોરા સહીત 15થી વધુ ગામોમાં અંબિકા નદીના પાણી ભરાયા હતા. ગણદેવી તાલુકાના 15 થી વધુ ગામોમાં નદીના પાણી ઘૂસી જતા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. તંત્ર દ્વારા નવસારીથી NDRFની ટીમ બીલીમોરા ખાતે તૈનાત કરી દેવામાં આવી છે. સાથે જિલ્લાના 15થી વધુ મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.