દેરડી-કુંભાજી ગામે 12થી વધુ ઝૂંપડાઓમાં લાગી આગ, તમામ ઘરવખરી બળીને ખાખ - rajkot latest news
રાજકોટઃ ગોંડલ તાલુકાના વસુંધરા નગરમાં છેલ્લા ઘણાં વર્ષોથી બાંધકામોમાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના મજૂરોના ઝૂંપડાઓમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ઓચિંતા ભભૂકી ઉઠેલી આગે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 12 કરતાં વધું ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવ્યા હતાં. જેમને લઈને સ્થાનિક ગ્રામજનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. તો મજૂરોના ઝૂંપડાઓમાં રહેલી બાઇક, બ્રેકર, અનાજ કરિયાણા સાથે રૂપિયા સહિતની તમામ ઘરવખરીની ચિજો બળીને ખાખ થઇ ગઇ હતી. જેમને કારણે બાળકો સહિતના 40થી 50 જેટલા લોકોની હાલત દયનીય હની હતી. જ્યારે આ બનાવમાં તમામ મજૂરો પોતાના બાળકો સાથે કામ પર ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હોવાના અહેવાલો પણ જાણવાં મળ્યાં હતાં.