10 હજારથી વધુ લોકોએ ફોર્મ ભરી પાણીના મીટરનો વિરોધ નોંધાવ્યો - Surat Municipal Corporation
સુરતઃ મહાનગર પાલિકા દ્વારા અમરોલી બાદ હવે પુણા ગામ, મોટા વરાછા સહિતના વિસ્તારોમાં પાણીના મીટર લગાવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે, ત્યારે આ વાતને લઈ સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અગાઉ પણ આ અંગે સ્થાનિક લોકો દ્વારા રેલી કાઢી વિરોધ કર્યો હતો, જો કે પોલીસે રેલી નીકળે તે પહેલાં જ લોકોની અટકાયત કરી હતી. ત્યારે સોસાયટીના 10 હજારથી વધુ લોકોએ ફોર્મ ભરી પાણીના મીટરનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક કોર્પોરેટરની આગેવાનીમાં કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જો આ અંગે યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે તેવી ચીમકી ઉચારી હતી.