ગુજરાત

gujarat

ETV Bharat / videos

વાંકાનેર હાઈવે પર ત્રિપલ અકસ્માત, 2 લોકોની હાલત ગંભીર - ત્રિપલ અકસ્માત

By

Published : Jan 1, 2020, 1:02 PM IST

મોરબીઃ વાંકાનેર નજીક વહેલી સવારના સુમારે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનર પલટી મારી ગયા બાદ ત્યાં રીક્ષા અને ઇકો કારને ઠોકરે ચડાવતા ઇકો કાર અને રીક્ષાચાલક સહિતનાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી તરફથી આવતું કન્ટેનર (GJ12AY 9996) કોઈ કારણોસર પલટી મારી ગયું હતું અને કન્ટેનર પલટી મારી ગયા બાદ હાઈવે પર પડેલી રીક્ષા નંબર (GJ36U 8450)ને અડફેટે લીધી હતી. તેમજ આગળ વધુ એક ઇકો કાર (GJ03FR 4854) ને પણ કચડી નાખી હતી. જેને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જે બનાવમાં રિક્ષાચાલક દિનેશ જગજીવન નિમાવત અને સવસિંગ ટીકલિયા બન્નેની હાલત ગંભીર હોવાથી રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. વાંકાનેર પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details