મોરબી પોલીસે ચાઈનીઝ દોરા અને તુકકલના જથ્થાનો કર્યો નાશ - મોરબી પોલીસ
મોરબીઃ ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ચાઈનીઝ દોરા અને તુક્કલના કારણે સર્જાતા અકસ્માતોને ધ્યાનમાં રાખી તંત્રએ જાહેરનામુ બહાર પાડ્યું છે. જેના પ્રમાણે ચાઈનીઝ દોરા અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ લગાવવમાં આવ્યો છે. છતાં કેટલાંક વેપારીઓ વધુ નફો મેળવવાની લાલયે ચાઈનીઝ દોરાનું વેચાણ કરે છે. જેથી પોલીસે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં પોલીસે શહેરના સનાળા રોડના પતંગ સ્ટૉલ પરથી 50 તુક્કલ અને 10 ચાઈનીઝ દોરી સહિત અનેક ચાઈનીઝ વસ્તુઓનો નાશ કર્યો હતો. સાથે આ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરવાની અપીલ કરી હતી.