મોરબીઃ પોલીસ જવાનની પ્રશંસનીય કામગીરી, બે બાળકીઓનું સફળ રેસ્ક્યુ - morbi girl rescue
મોરબીઃ સમગ્ર રાજ્યમાં મેઘ મહેર યથાવત છે. છેલ્લા 24 કલાકથી મોરબી પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે, ત્યારે પોલીસ જવાનો અને NDRFની ટીમો દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મોરબીના ટંકારામાં પોલીસ જવાન પૃથ્વીસિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસ જવાન બે બાળકીઓને પોતાના ખભા પર ઉંચકીને વરસાદી મોજાની વચ્ચે બચાવી રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની ફરજ બજાવતાનો વીડિયો સામે આવ્યો છે.