મોરબીમાં પોલીસે ફટાકડા વિતરણ કરી ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત રેલાવ્યું - good work of police
મોરબીઃ શનિવારે મોરબી પોલીસના જવાનોએ ગરીબ બાળકોને ફટાકડા વિતરણ કરીને તેમના ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું. આમ, તો સામાન્ય રીતે ખાખીથી સામાન્ય લોકો ડરતા હોય છે. ખાખી પહેરેલ પોલીસ જવાનો ગરીબ બાળકો માટે ખુશીઓ લઈને પહોંચ્યા હતાં. શહેરના નવલખી ફાટક પાસેની ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને ફટાકડા અને મીઠાઈ આપી હતી. ફટાકડા અને મિઠાઈ મેળવી બાળકો ખુશખુશાલ થઈ ગયા હતાં.