મોરબી નગરપાલિકા પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ, વિપક્ષે પાલિકાની કરી તાળાબંધી
મોરબી: કોંગ્રેસ શાસિત મોરબી નગરપાલિકા શહેરીજનોને રોડ રસ્તા, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યું હોય અને વિપક્ષ ભાજપ દ્વારા કરેલા એલાન મુજબ સોમવારે વિપક્ષ ભાજપના સદસ્યો, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને ભાજપ કાર્યકરોએ રૅલી સ્વરૂપે પાલિકા કચેરીએ પહોંચીને પાલિકાને તાળાબંધી કરી હતી. ભાજપના રૅલી અને તાળાબંધી કાર્યક્રમને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. આખરે ભાજપ કાર્યકરોએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં તાળાબંધી કરી હતી. તાળાબંધી કાર્યક્રમ અંગે પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું. પાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ છે અને રખડતા ઢોર, ઉભરાતી ગટરના ત્રાસથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.