મોરબી જિલ્લામાં લોકડાઉનને પગલે રસ્તાઓ બન્યા સુમસામ - LATEST NEWS OF LOCK DOWN
મોરબીઃ કોરોનાનો કહેર ગુજરાતમાં વધી રહ્યો છે અને મહામારી સમાન કોરોનાને અટકાવવા ગુજરાત રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના DGPએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે સમગ્ર ગુજરાતમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે, જીવનજરૂરી એવા શાકભાજી, મેડિકલ સેવાઓ સિવાયનો તમામ વેપાર બંધ રહેશે. તેમજ જીવન જરૂરી ચીજની હેરફેર સિવાયના વાહનો પર પ્રતિબંધ રહેશે. મોરબી જિલ્લામાં લોકડાઉનને પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. મેડીકલ સ્ટોર, શાકભાજી, દૂધની ડેરી સહિતની જીવન જરૂરિયાતની દુકાનો ખુલી રાખવામાં આવી છે.