ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરબીના યુવકના બેંક એકાઉન્ટમાં ભૂલથી ડીપોઝીટ થયેલ 87 લાખ પરત આપવા તૈયારી દર્શાવી - account by mistake

By

Published : Jan 13, 2021, 11:19 AM IST

મોરબી : કન્યા છાત્રાલય રોડ ઉપર અક્ષર ટાવરમાં પટેલ ફેફેર એન્ડ એસોસીએટ નામની ફર્મ ચલાવતા કંપની સેક્રેટરી ભાર્ગવભાઈ પટેલના આઈડીબીઆઈ બેંકના ખાતામાં અચાનક રુ 87,13,504 આરટીજીએસથી કોઈએ ભૂલમાં જમા કરાવ્યા હતા. જેથી યુવાન આશ્ચર્યચકિત થયા હતા. જોકે કોઈપણ લોભ લાલચને વશ થયા વિના તેમને તુરંત બેંકનો સંપર્ક કર્યો હતો.રકમ પરત આપવા તૈયારી દર્શાવી છે જે અંગે યુવાને જણાવ્યું હતું કે, ભૂલથી રકમ તેના એકાઉન્ટમાં ડીપોઝીટ થઇ છે. જે અંગે બેંકને જાણ કરી છે અને બેંક વિગતો આપે એટલે રકમ મૂળ માલિકને તેઓ પરત કરશે.આજના હળાહળ કળયુગમાં પણ ઈમાનદારી અને માનવતા જીવિત છે. તેનું ઉદાહરણ મોરબીના યુવાને પૂરું પાડ્યું છે.

ABOUT THE AUTHOR

...view details