રાજ્ય સરકારના બજેટે ઉદ્યોગકારોને નારાજ કર્યા - ઓદ્યોગિક નગરી મોરબી
મોરબીઃ બુધવારના રોજ રજૂ કરાયેલ બજેટ ઓદ્યોગિક નગરી મોરબીને ફળશે કે નહિ તે જાણવા મોરબીના વિવિધ વ્યાપારી એસોસીએશનના અગ્રણીઓનો સંપર્ક કરીને તેમનો અભિપ્રાય જાણ્યો ત્યારે બજેટને મિશ્ર પ્રતિભાવ મળી રહ્યા છે અને બજેટને સામાન્ય લોકો તેમજ ખેડૂતો માટે સારું ગણાવી રહ્યા છે, પરંતુ જયારે તેમના ઉદ્યોગને શું ફાયદો મળ્યો તેવા સવાલોના જવાબ ઉદ્યોગપતિઓ ઇચ્છવા છતાં આપી શક્યા ના હતા કલોક એસો પ્રમુખ શ્શાગ દંગી પ્રમુખે જણાવ્યું હતું કે જે યોજનો અમ્લ્વામાં મુકવામાં આવી છે તેનાથી આડકતરી રીતે ફાયદો થશે તો સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશ ઉધરેજા અને કિશોરભાઈ ભાલોડીયા જણાવે છે કે મોરબીએ સિરામિકનું હબ છે તેના માટે દેશ-વિદેશી લોકો આવતા હોય છે, પરંતુ સિરામિક ઉધોગને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાની ખાસ જરૂરિયાત હતી તે બજેટમાં ફાળવવામાં આવી નથી. જેથી રોડ-રસ્તા સહિતની સુવિધાઓથી મુશ્કેલી પડી રહી છે, શિક્ષણ માટે સારું છે પણ મંદીના માહોલમાં રાહતની અપેક્ષા હતી પણ તેનથી ઉદ્યોગકારો ખુશ ન હતા પણ આડકતરી રીતે ફાયદો થશે.