મોરબી કંડલા નેશનલ હાઈવેનો સર્વિસ રોડ તાત્કાલિક રિપેર કરાવો - મોરબી કંડલા હાઈવે
મોરબીઃ ભારે વરસાદને કારણે મોરબી કંડલા નેશનલ હાઈવેના સર્વિસ રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે. જેને તાત્કાલિક રિપેર કરાવવાની માગ સાથે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખે જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે. મોરબી કંડલા હાઈવે પર લાલપરથી મહેન્દ્રનગર સુધીનો નેશનલ હાઈવેની બન્ને બાજૂ આવેલા સર્વિસ રોડમાં એક એક ફૂટના ગાબડા પડી ગયા છે. જો તાકીદે આ રોડનું સમારકામ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.