મોરબી : શાળાઓ બંધ છતાં કણકોટ ગામે બાળકોને માસ્ક વગર ભાણાવતા શિક્ષકનો વીડિયો વાયરલ - શિક્ષકનો વીડિયો વાયરલ
મોરબીઃ વાંકાનેરના કણકોટની પ્રાથમિક શાળાના શિક્ષકનો વીડિયો વાયરલ થયો છે. જેમાં શિક્ષક દ્વારા કોઈ પણ સાવચેતી રાખ્યા વગર બાળકોને બોલાવવામાં આવ્યા હતા. વાંકાનેર તાલુકાના કણકોટ પ્રાથમિક શાળાના આચાર્ય જીતુ વાકુટિયા દ્વારા શાળા શરૂ કરાતા કોઈ વ્યક્તિએ તેમને સરકાર દ્વારા શાળાઓ બંધ હોવા છતાં કેમ શરૂ કરી અને કોઈ માસ્ક કે સોશિયલ ડિસન્સ વગર કોના આદેશ પર શાળા શરૂ કરવામાં આવી તેવા પ્રશ્નો કરવામાં આવતા શિક્ષક આચાર્ય ગલ્લા તલ્લા કરતા નજરે પડી રહ્યા છે. મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકીએ શિક્ષકને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગ્યો છે અને શાળાના આચાર્યને વાંકાનેર બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.